☛ સંસ્થા–સ્થાપનાનો હેતુ - » બનાસકાંઠા જેવા પછાત વિસ્તારમાંના હોંશિયાર તેમજ તેજસ્વી બાળકોને આધુનિક ટેકનોલોજી સભર શિક્ષણ દ્વારા ઉત્કૃષ્ટ માનવ નિર્માણ કરવું.
» બાળકોમાં શારીરિક, માનસિક, સાંસ્કૃતિક વિકાસ દ્વારા સર્વ સુસંસ્કારી મૂલ્યોનો વિકાસ કરવો.
» બાળકોનું માનવમાંથી મહામાનવ તરીકે નિર્માણ / ઘડતર કરવું.
☛ સંસ્થાનો પાયો - તારીખ ૧૫–૦૧–૨૦૧૨ ને રવીવારના રોજ શ્રી રામચંદભાઈ શંકરભાઈ ગોવિંદા,શ્રી સુરેશભાઈ થુંબડીયા , શ્રી મહેન્દ્રભાઈ બી. થુંબડીયા, એન્જીનીયરશ્રી કે. જી. પ્રજાપતિ તેમજ ઉત્કંઠિત નામી-અનામી વ્યકિતઓની ઉપસ્થિતિમાં શ્રી રામ વિદ્યાલયા સંકુલનો પાયો નંખાયો.
☛ શાળા-મકાનનું ઉદઘાટન - ઉત્સાહ સાથેના પ્રયત્નો થકી અતિ આધુનિક સુવિધાઓ તેમજ સગવડો સાથેનું મકાન તા. ૨૦મી મે ૨૦૧૩ ને સોમવારના રોજ તૈયાર થયું. તા. ૨૩ મી મે ૨૦૧૩ ને ગુરુવાર ના રોજ શાળા ઉદઘાટન સમારોહ રાખવામાં આવ્યો. ઉદઘાટન સમારોહ મુખ્ય મહેમાનશ્રી આર. પી. પટેલ સાહેબ અને સમારોહ ઉદઘાટક શ્રી કે. પી. જોષી સાહેબ અન્ય મહેમાનો તેમજ આશરે ૧૫,૦૦૦ જેટલા આમંત્રિત સ્નેહીજનો વચ્ચે આ સંકુલને વિદ્યાલયા ભવન તરીકે ખુલ્લું મૂક્યું.
☛ શાળા પરિવાર - શાળામાં બાળકોને સારું અને ઉચ્ચ ગુણવતા સભર શિક્ષણ મળે તે હેતુથી સંસ્થા દ્વારા અનુભવી શિક્ષકોનું તા. ૧૭ મી માર્ચ ૨૦૧૩ ને રવિવારના રોજ ઈન્ટરવ્યું ગોઠવી તા. ૦૭ એપ્રિલ ૨૦૧૩ ના રોજ એપોઇન્ટમેન્ટ આપી શાળા પરિવારમાં સમપર્ણભાવે રહી બાળકનું બીજમાંથી વટવૃક્ષ તરીકે ઘડતર કરવાની તક આપી.
☛ શાળામાં બાળકોનો પ્રવેશ - ડૉ. એમ. વી. હાથી સાહેબ, ડૉ. યોગેશભાઈ ડબગર, શ્રી રામચંદભાઈ શંકરભાઈ ગોવિંદા, શ્રી સુરેશભાઈ થુંબડીયા, શ્રી મહેન્દ્રભાઈ બી. થુંબડીયા, શ્રી કે. જી. પ્રજાપતિ, શ્રી કે. પી. જોષી સાહેબની ઉપસ્થિતિમાં તા. ૧૦ મી જૂન ૨૦૧૩ ને સોમવારના રોજ ‘શાળા પ્રવેશોત્સવ’ ઉજવવામાં આવ્યો, જેમાં બાળકો, વાલીશ્રીઓ, આમંત્રિત મહેમાનશ્રીઓ તેમજ શાળા પરિવારે હાજર રહી બાળકોનાં મોં મીઠાં કરાવી તેમને વિધિવત શાળામાં પ્રવેશ આપવામાં આવેલ.
|